Official account of the Chief Minister's Office, Government of Gujarat

Joined August 2016
13,074 Photos and videos
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના નવાં દ્વાર ખોલતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
8
312
રક્તદાન એ જ સાચું મહાદાન..! આજના ​'વિશ્વ રક્તદાતા દિવસ' નિમિત્તે આપણે સૌ નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લઈએ. રક્તદાન જેવા સેવાયજ્ઞમાં જોડાઈને 'સ્વસ્થ સમાજ, સ્વસ્થ ગુજરાત'ના નિર્માણમાં યોગદાન આપતા તમામ રક્તદાતાઓ તેમજ સંસ્થાઓની માનવતાસભર પ્રવૃત્તિઓને બિરદાવીએ. ​#WorldBloodDonorDay
1
11
22
508
PM Modi highlights youth-led development and India's thriving innovation ecosystem nm-4.com/cWRCuj via NaMo App #12YearsOfYuvaShakti
12
29
845
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિજિટલ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી વિશ્વની અગ્રણી કંપની હેક્સાવેર ટેક્નોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઉદઘાટન કર્યું હતું. આ અવસરે કંપની દ્વારા મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ માટે ₹5 લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હરૂપ આ અત્યાધુનિક સેન્ટરના પ્રારંભથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવાં દ્વાર ખુલશે.
1
39
91
3,241
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત 12 વર્ષમાં દેશમાં હાથ ધરવામાં આવેલ યુવાઓના ભવિષ્ય ઘડતર માટેની અનેકવિધ પહેલ થકી યુવાનોની આકાંક્ષાઓને પાંખો મળી અને મળી યુવાશક્તિના કૌશલ્યથી રાષ્ટ્રનિર્માણના સંકલ્પને નવી ઊર્જા. #12YearsOfYuvaShakti
1
13
23
1,005
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
22
43
1,572
ભારતમાલા પરિયોજના અંતર્ગત ગુજરાતના હાઈવે બન્યા પ્રગતિના ધોરીમાર્ગ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 12 વર્ષની વિઝનરી લિડરશીપમાં ભારતના રોડ નેટવર્કના વિકાસની સ્પીડ અને સ્કેલમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળેલ છે. ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થકી નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર માટે ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ સુનિશ્ચિત કરવાની નેમ સાથે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ 2017માં દેશમાં શરૂ કરવામાં આવી ભારતમાલા પરિયોજના. ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મંજૂર કરવામાં આવેલ ₹65,000 કરોડના ખર્ચે 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટમાંથી 1068 કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પરિયોજના અંતર્ગત ગુજરાતના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી અંદાજે 125 કિ.મી લંબાઇનો 6-લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો સમાવેશ થાય છે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ 6 અને 7નું તાજેતરમાં જ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' પરિકલ્પના સાકાર કરવામાં માઇલસ્ટોન સમાન આ પરિયોજના હેઠળ નવનિર્મિત ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ-વેના નેટવર્ક ઉપરાંત મોટાં શહેરો, સરહદી રસ્તાઓ, બંદરો અને દરિયાકાંઠાના રસ્તાઓના નેટવર્ક થકી પ્રશસ્ત થઈ રહ્યો છે ગુજરાતની પ્રગતિનો ધોરીમાર્ગ. #GujaratSuccessDiary
14
70
347
11,075
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હિતાચી એનર્જીની લાર્જ પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીના ખાતમુહૂર્ત સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે હિતાચી કંપનીની CSR પ્રવૃત્તિ અંતર્ગત વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલને અત્યાધુનિક સુવિધા ધરાવતી 'એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ'ની ફાળવણી તથા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 2650 રોપાઓના વાવેતર થકી સુદ્રઢ જનઆરોગ્ય સેવાઓની સાથોસાથ પર્યાવરણ જતનનો સંકલ્પ સિદ્ધ કરવામાં આવ્યો હતો.
3
42
121
2,519
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બન્યો છે. તેમણે આજના અવસરને મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સિક્યોરિટીને બુસ્ટ આપતો અવસર ગણાવી, આજે આશરે ₹2 હજાર કરોડના પ્લાન્ટના ભૂમિપૂજન બદલ હિતાચી કંપનીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે અને દેશની ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારશે તેમ જણાવી, માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વધી રહેલ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં હિતાચીના પ્લાન્ટ દ્વારા આત્મનિર્ભર ઉર્જા ઇકોનોમીથી ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2
17
46
1,180
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં મહિલાઓના સામર્થ્યને પ્રોત્સાહન અને આર્થિક સશક્તિકરણ આપતી અનેકવિધ યોજનાઓ અને પહેલ થકી નારીશક્તિ બની છે દેશના વિકાસમાં સહભાગી અને ‘વિકસિત-આત્મનિર્ભર ભારત’ના નિર્માણની શક્તિ. #12YearsOfNariShakti
2
17
45
1,297
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક-ઇન-ઇન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ સંકલ્પને સાકાર કરવા ડિફેન્સ ઇકોસિસ્ટમની નવી ક્ષિતિજોને આંબતી ઉડાન ભરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
31
49
1,760
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હીતાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત. x.com/i/broadcasts/1AJEmmDdz…
3
13
35
1,145
આત્મનિર્ભરતાની ઉડાન..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરા સ્થિત ટાટા એરબસ ફેસેલિટી ખાતે તૈયાર કરવામાં આવેલા ‘મેઈડ ઈન ઈન્ડિયા’ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની પહેલી સફળ ઉડાન થકી રક્ષાશક્તિ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' સંકલ્પને સાકાર કરવાનું સામર્થ્ય પ્રસ્થાપિત કરતું ગુજરાત.
4
54
155
3,824
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનમાં બીજથી બજાર સુધીના તમામ સ્તરે જગતના તાતને મળ્યો સરકારનો સાથ અને ધરતીપૂત્રોના સ્વાભિમાન અને સમૃદ્ધિમાં વધારાની સાથોસાથ કૃષિ ક્ષેત્રનો થયો સર્વાંગીણ વિકાસ. #12YearsOfKisanSamriddhi
2
20
49
1,406
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણલક્ષી સુશાસનમાં વિકાસના પથ પર અગ્રેસર થયેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
35
65
2,125
World leaders congratulate PM Modi on becoming India’s longest serving democratically elected PM in consecutive terms nm-4.com/n0sDYk via NaMo App #LongestServingElectedPMModi
4
25
60
1,467
12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના... 12 વર્ષ દેશના સર્વગ્રાહી-સર્વસમાવેશી વિકાસના... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષના અત્યાર સુધીના અવિરત કાર્યકાળ દરમિયાન દેશમાં સર્વગ્રાહી વિકાસના નવા માપદંડો સ્થાપિત થયા છે અને સમગ્ર દેશ 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે થઈ રહેલ રાષ્ટ્રનિર્માણનું ગૌરવ અનુભવે છે. #LongestServingElectedPMModi
7
46
62
1,841
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે ત્યારે, ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ પરિકલ્પનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ આજે સુગમ અને સુરક્ષિત અર્બન પરિવહનનું ઉદાહરણ બનેલ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2ના સફળ અમલીકરણ બાદ ફેઝ 2(A) અંતર્ગત આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવતાં લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનેલ મેટ્રો રેલ કુલ 78 કિલોમીટર લાંબા નેટવર્ક અને 60 જેટલાં સ્ટેશનો સાથે અમદાવાદના આધુનિક વિકાસને આપી રહી છે તેજ ગતિ. ગુજરાત સરકારના ‘ઇઝ ઑફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતી આ પરિવહન સેવાનો દૈનિક 1.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સાથે અત્યાર સુધીમાં કુલ 13 કરોડથી વધુ લોકોએ લાભ લીધો છે અને આ ‘સ્માર્ટ પરિવહન’ સેવા બની છે અમદાવાદની લાઈફલાઈન.
2
42
92
2,984
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) અંતર્ગત કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ₹2169 કરોડના ખર્ચે 6 કિલોમીટર જેટલા લાંબા આ વિસ્તરણ હેઠળ પાંચ સ્ટેશનોનો સમાવેશ થશે. એરપોર્ટ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને કનેક્ટિવિટી પૂરી પાડતા આ કોરિડોરના નિર્માણથી નાગરિકોને આધુનિક અને ઝડપી ઉપરાંત આરામદાયક અને પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. #CabinetDecisions
9
49
240
10,426
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં 'વિકસિત ભારત @ 2047' સંકલ્પને સિદ્ધ કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં મહત્તમ યોગદાન આપવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
38
61
2,299