જીલ્લામાં તા.૧૧/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ દરમ્યાન આરોગ્ય શાખા, ફૂડ એન્ડ ડ્રગ અને પોલીસ તંત્રનાં સંયુક્ત ટીમ ધ્વારા તમાકુ અધિનિયમ - ૨૦૦૩ નું અમલીકરણ અને જનજાગૃતિ કેળવાય તે અંતર્ગત ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં વિવિધ કલમોના ભંગ બદલ ૧૨૯ કેસ કરી રૂ.૧૫૫૬૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
ALT જેમાં ૧૮ વર્ષથી નાની વયનાને તમાકુ વેચાણ કરવું દંડનીય અપરાધ છે,તેવું સૂચક બોર્ડ મુકવામાં ન આવ્યું હોય તેવા, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોના વેચાણકર્તા, જાહેર સ્થળોએ બીડી – સિગારેટનું સેવન કરનાર, તમાકુની બનાવટોની પરોક્ષ કે પ્રત્યક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિનાની તમાકુ બનાવટોનું વેચાણ અને ઈ – સિગારેટનું વેચાણ – સંગ્રહ – ઉપયોગ વગેરેએ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.