સાબરકાંઠા: ઈડરમાં વિદેશીઓ સાથે ઠગાઈ આચરતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા | VTV Digital
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં વિદેશીઓ સાથે ઠગાઈ આચરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો SMC દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કોલ સેન્ટર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ભાડાના મકાનમાં છેલ્લા અંદાજે 3 વર્ષથી ચાલતું હતું.
આરોપીઓ વિદેશમાં લોન આપવાની લાલચ આપી ડોલરમાં રકમ વસૂલતા અને તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડોની છેતરપિંડી કરતા હતા. દરોડા દરમિયાન પોલીસએ 40 મોબાઈલ, 12 લેપટોપ અને 4 હાઈસ્પીડ રાઉટર સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
#Idar#Sabarkantha#CallCenterScam#CyberCrime#GujaratPolice#SMCRaid#FraudCase#GujaratNews#CrimeNews#BreakingNews