જ્યારે એક મહિલાએ એકલા હાથે એટલાન્ટિક મહાસાગર પાર કરી આખી દુનિયાને ચોંકાવી દીધી! 🌍
આજનો દિવસ એટલે કે ૨૧ મે એ વૈશ્વિક એવિએશન અને મહિલા સશક્તિકરણના ઈતિહાસનો સૌથી સોનેરી દિવસ છે. આજથી બરાબર ૯૪ વર્ષ પહેલા, ૧૯૩૨માં સાહસની જીવતી જાગતી મૂર્તિ સમાન અમેલિયા ઈયરહાર્ટ ( એટલાન્ટિક મહાસાગરને એકલા હાથે વિમાન ઉડાવીને પાર કરનાર વિશ્વના પ્રથમ મહિલા પાયલોટ બન્યા હતા.
તેમણે ન્યૂફાઉન્ડલેન્ડથી પોતાના લાલ રંગના Lockheed Vega 5B વિમાન સાથે ઉડાન ભરી હતી. કલાકો સુધી ગાઢ ધુમ્મસ, થીજી જતી ઠંડી અને વિમાનમાં ટેકનિકલ ખામીઓનો સામનો કર્યા પછી, તેઓ ઉત્તરી આયર્લેન્ડના લંડનડેરી (Londonderry) માં એક ખેતરમાં ઉતર્યા હતા.
આ કોઈ સામાન્ય ઉડાન નહોતી, આ અસંભવને સંભવ કરવાની જીદ હતી. તેમના આ પરાક્રમે સાબિત કરી દીધું કે આકાશની ઊંચાઈઓ માપવામાં પુરુષ અને મહિલાની ક્ષમતાઓમાં કોઈ ફરક નથી હોતો.
#AmeliaEarhart#History#AviationHistory#WomenEmpowerment#Inspiration#Gujarati#AtlanticFlight#InternationalWomensDay#SuccessStory#GujaratiPost#TrendingGujarati#Pride#Motivation#ExploringHistory#Flight#PilotLife#GirlPower#WorldHistory
Releasing on 12th December!
Exploring History: Methods and Concepts – Vol. I is set to launch on 12th December, bringing a comprehensive and insightful journey into the world of historical inquiry.
#ExploringHistory#HistoryBook#NewRelease#12December