AI Girlfriend Trend : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવતાં હવે ઘણાં યુવાનોમાં ગર્લફ્રેન્ડની જેમ વાત કરવા માટે AI એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે. જેના લીધે હવે AI ગર્લફ્રેન્ડ એપનું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. 2024માં આ માર્કેટ કેપ 2.57 બિલિયન અમેરિકન ડોલર (લગભગ 21.46 હજાર કરોડ રૂપિયા) હતું, જે 2032 સુધીમાં વધીને 11.06 બિલિયન (લગભગ 92.35 હજાર કરોડ રૂપિયા) થઈ જશે.
આ ટ્રેન્ડ હાલના સમયમાં ખૂબ જ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેના લીધે AI પાર્ટનર્સ શોધતાં લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જાપાનમાં તાજેતરમાં જ 32 વર્ષની એક મહિલાએ તેના AI પાર્ટનર Claus (ક્લોઝ) સાથે લગ્ન કર્યાં છે. આ ઉપરાંત બીજા એક પુરુષે 25 વર્ષની AI પાર્ટનર Miku (મિકુ) સાથે લગ્ન કર્યા છે, જેને તે AI ગર્લફ્રેન્ડ એપ પર મળ્યો હતો.
AI એક્સપર્ટ્સને ચિંતા!
Perplexity ના CEO અરવિંદ શ્રીનિવાસે તાજેતરમાં જ આ ટ્રેન્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘AI પાર્ટનર સાથે સતત વાત કરવાને કારણે ઘણાં યુઝર્સ હ્યુમન રિલેશનશિપથી દૂર રહેવાનું શરૂ કરી શકે છે. જે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે.’
#AI #ArtificialIntelligence #AIGirlfreind #AITrend #AICompanion #DigitalRelationships #TechnologyImpact #VirtualPartner #AIWarning #GSCard #GujaratSamachar