જૂન માસ – મેલેરિયા વિરોધી માસ
જૂન માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરના પ્રજનન સ્થળોની તપાસ, એન્ટી લાર્વલ કામગીરી, પાણીના ભરાવાવાળા સ્થળોએ લાર્વિસાઇડનો છંટકાવ તથા જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.