આદર્શ નિવાસી કુમાર શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.
આદર્શ નિવાસી કન્યા શાળા, રાજકોટ ખાતે ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માર્ગદર્શન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા.
આદર્શ નિવાસી કન્યા શાળા, આણંદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીનીઓનું મેડલ અને પ્રોત્સાહક ઈનામોથી સન્માન કરવામાં આવ્યું તથા પરીક્ષાની હૉલ ટિકિટ એનાયત કરવામાં આવી.
વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે સરકારી કુમાર છાત્રાલય, પાટણ ખાતે એક વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો.
આદર્શ નિવાસી શાળા (અ.જા.) કન્યા સેક્ટર-૮ ગાંધીનગર ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉત્સાડભેર ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કર્યો.
આદર્શ નિવાસી શાળા (અ. જા.) કુમાર સેક્ટર-૮ ગાંધીનગર ખાતે ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
શાળાના પટાંગણમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને લહેરાવી, શિસ્તબદ્ધ રીતે સલામી આપવામાં આવી હતી.
સમરસ કુમાર છાત્રાલય, અમદાવાદ ખાતે દેશના ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ શિસ્ત સાથે તિરંગાને સલામી આપી હતી.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને તેઓ ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 'ખાનગી ટ્યુશન સહાય યોજના' અમલમાં છે.
સહાયની રકમ: ₹૧૫,૦૦૦/- (ધોરણ-૧૧ અને ૧૨ બંને વર્ષ માટે અલગ-અલગ) 📷 લાયકાત: ધોરણ-૧૦ માં ૭૦% કે તેથી વધુ માર્ક્સ