ભણતર કે નોકરી માટે કેનેડા જવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓને કેનેડાની સરકારે મોટો ઝટકો આપ્યો છે. ટ્રુડો સરકારે આઠમી નવેમ્બરથી સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્કીમ પ્રોગ્રામ બંધ કર્યો છે. આ સિસ્ટમ બંધ થવાના કારણે હવે વિદ્યાર્થીઓને ફાસ્ટ ટ્રેક વિઝા નહીં મળી શકે. આ પ્રોગ્રામના કારણે દર વર્ષે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ખૂબ ઝડપથી વિઝા મળી જતાં હતા. આ નિર્ણયના કારણે હવે ભારત સહિત 14 દેશોના વિદ્યાર્થીઓએ સ્ટડી વિઝા કે વર્ક પરમિટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે.
#Canada #Visa #FasttrackVisa #India #StudentVisa #Gscard #Gujaratsamachar