"સામાજિક ન્યાય વિના સ્થાયી શાંતિ શક્ય નથી." ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. જો સમાજમાં અન્યાય અને અસમાનતા હોય, તો બહારથી ભલે શાંતિ દેખાય, પણ અંદર અસંતોષનો અગ્નિ ઉકળતો રહે છે. શાંતિ અને ન્યાય એકબીજાના પૂરક છે. (3/3)
આજે આપણે ધર્મ, જાતિ અને વાડાઓમાં એટલા વહેંચાઈ ગયા છીએ કે આપણી વચ્ચેથી 'સહઅસ્તિત્વ' અને 'વિશ્વાસ' ગાયબ થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું ઘર ખરીદવાની ક્ષમતા હોવા છતાં જો જાતિના કારણે સોસાયટીમાં સ્વીકૃતિ ન મળતી હોય, તો એ આપણી સામાજિક નબળાઈ દર્શાવે છે.
Peace Building (શાંતિ નિર્માણ) એટલે એવી પરિસ્થિતિઓનું સર્જન કરવું જ્યાં કોઈ પણ હિંસા વિના માત્ર સંવાદથી સંઘર્ષોનો ઉકેલ આવી શકે. સાચો લીડર સમસ્યાઓની માત્ર ટીકા નથી કરતો, પણ બે જૂથો વચ્ચેનો સંઘર્ષ દૂર કરીને પરસ્પર વિશ્વાસ ઊભો કરે છે. BIMSTEC દેશો સામે વિકાસ, સુરક્ષા અને પર્યાવરણીય પડકારો સમાન છે. આજે પણ આપણા દેશોમાં ઘણો મોટો વર્ગ ગરીબી રેખા નીચે જીવે છે. જો આપણે આ તકવંચિતો અને ગરીબોના કલ્યાણનો વિચાર નહીં કરીએ, તો સમાજમાં ક્યારેય સ્થાયી શાંતિ નહીં સ્થપાય.
માત્ર સિક્યુરિટી ગાર્ડ્સ વધારી દેવાથી કે કાયદા કડક કરવાથી ભયમુક્ત સમાજ નથી બનતો. જ્યારે આર્થિક અસમાનતા વધે છે, ત્યારે અસુરક્ષા આપોઆપ વધે છે. આ માટે સરકારની સાથે સાથે સામાન્ય નાગરિકોએ પણ આગળ આવીને સમાનતા લાવવા માટે પહેલ કરવી પડશે.
ડૉ. આંબેડકર માનતા કે દેશો વચ્ચેના સંબંધો શક્તિ (Might) પર નહીં, પણ ન્યાય (Right) અને સમાનતા પર આધારિત હોવા જોઈએ. જો આપણું નેતૃત્વ દીર્ઘદ્રષ્ટિ વાળું હશે, તો બંગાળની ખાડી વિશ્વનું સૌથી પ્રગતિશીલ ક્ષેત્ર બનશે. આ તક આપવા બદલ BAOU ના VC અમીબેનનો હૃદયપૂર્વક આભાર.
#MITTALPATEL #BIMSTEC #Equality #GlobalUnity