🛑 બકરું કાઢતાં ઊંટ પેઠું:
"
#કૌભાંડનું_ડિજિટલાઈઝેશન" ?
#NEET #CBT 👉🏻કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ નહીં કૌભાંડ બેઝ ટેસ્ટ)
🪫અત્યારે આખો દેશ NEET પરીક્ષાના કૌભાંડોથી સળગી રહ્યો છે, લાખો મહેનતુ વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યાય આપવાના બદલે એવો "
#માસ્ટરસ્ટ્રોક" માર્યો છે કે હસવું કે રડવું એ ખબર નથી પડતી! ૨૧ જૂને ફરી પરીક્ષા લેવાની વાતો અને આવતા વર્ષથી પરીક્ષા 'ઑનલાઇન' (CBT) લેવાની જાહેરાત એટલે -"ચોરના ભયથી નાઠા તે વાઘના મોઢામાં ગયા!" અથવા તો "ઊલમાંથી ચૂલમાં પડવા જેવું છે."😠
🛑🖥️ઑફલાઇન માંથી ઓનલાઇનમાં જવું એટલે બીજું કંઈ નહીં, પણ "ચોરના ભાઈ ઘંટી ચોરને કામ આપવા" જેવો ઘાટ !🧐
📌વર્તમાન ઑફલાઇન NEET પરીક્ષામાં સિસ્ટમ ફેલ થઈ છે કારણ કે તેમાં ભ્રષ્ટ અધિકારીઓ, પેપર લીક કરનારા
#માફિયાઓ અને સેટિંગબાજો સામેલ હતા. ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાના બદલે, આખી પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખવી એ માત્ર ને માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનું અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનું એક
#સુઆયોજિત_કાવતરું છે.
🖥️ગઠિયાઓએ ચોરીનો નવો M.O. (Modus Operandi) શોધી લીધો છે અને સરકાર તેમને નવો
#હાઇટેક રસ્તો આપી રહી છે.
#ગુજરાત_મોડલ માં આપણે જોયું જ છે કે CBRT એટલે કંઈ નહીં પણ "કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ" ! જ્યાં પેપર ફૂટવાની ચિંતા જ નથી, કારણ કે ત્યાં સીધું સર્વર જ હેક થઈ જાય છે અથવા પોતાના વ્હાલા-દવલાઓના ૪૮ માર્ક્સના મેન્યુઅલી ૮૪ માર્ક્સ કરી દેવાય છે!
💻 ડિજિટલ ઇન્ડિયાના નામે '
#રિમોટ_એક્સેસ'નું સેટિંગ 👇🏻
📌
#હાઇટેક_ચોરી : ઓનલાઇન પરીક્ષા એટલે સેટિંગબાજો માટે જલસા! પરીક્ષા કેન્દ્ર પર બેઠેલા ડમી માણસો લેબમાં વાયરસ નાખીને કે સોફ્ટવેર દ્વારા
#Remote_Access મેળવીને બહાર એરકન્ડિશન્ડ રૂમમાં બેઠા બેઠા આખું પેપર સોલ્વ કરી આપશે.
📌🛑કોર્પોરેટ કંપનીઓને જલસા: NTA ની પોતાની નાકામી છુપાવવા
#ખાનગી_સંસ્થાઓ ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી ફાયદો કરાવવાની આ સીધી ગણતરી છે.
📌 પેપર સેટર ગૂગલ ટ્રાન્સલેશનના ઉપયોગ કરે છે.
🚜 ગામડામાં નેટવર્ક નથી ને વાતો ડીજીટલની?
સાહેબ, ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે આજેય ગામડાઓમાં મોબાઈલના નેટવર્કના ઠેકાણા નથી, ત્યાં તમે ઓનલાઇન પરીક્ષા લેવા નીકળ્યા છો ?
📉 અને જો વધારે પડતી શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી તો '
#નોર્મલાઈઝેશન' ઊભું ન ઊભું....
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ૨૦ થી ૨૫ લાખ ઉમેદવારો બેસે છે. આટલી મોટી સંખ્યા માટે એક જ દિવસે ઓનલાઇન પરીક્ષા લેવી અશક્ય છે. પરિણામે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં લેવી પડશે.
👉🏻'
#નોર્મલાઈઝેશન' એટલે ટ્રાન્સપરન્સીનું સરેઆમ મર્ડર! જ્યારે લાખો વિદ્યાર્થીઓ CBT આપશે, ત્યારે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. અને પછી એન્ટ્રી થશે સૌથી મોટા વિલન 'નોર્મલાઈઝેશન' ની!
📌આ એક એવી માયાવી પ્રક્રિયા છે જેમાં મહેનતુ ઉમેદવારના અસલ (Raw) માર્કસ કેટલા છે એ તો રામ જાણે!
📌
#ફોર્મ્યુલાના નામે સેટિંગ કરીને કોઈના ૫૦ ના ૮૦ થઈ જશે, તો કોઈ કમનસીબ હોંશિયાર વિદ્યાર્થીના ૫૦ ના ૪૦ થઈ જશે!
🙏🏻 ખાનગી એજન્સીઓ '
#ગોપનીયતા' (Confidentiality) ના નામે ડેટા છુપાવશે. જ્યાં કોઈ ટ્રાન્સપરન્સી જ નથી, ત્યાં વિદ્યાર્થીઓ વિશ્વાસ ક્યાંથી રાખે ?
😠"CBT એક લીગલ શોર્ટકટ કૌભાંડ (Scam) છે!"
🚗જો ગાડીનું ટાયર પંચર થાય તો પંચર સાંધવાનું હોય કે ટાયર બદલવાનું હોય, આખી ગાડી જ બદલી નાખવાની મૂર્ખામી ન કરાય!તમારી નકામી છુપાવવા માસૂમ અને નિર્દોષ ઉમેદવારોનો ભોગ ન લેવાય.
📌વર્તમાન NEET પરીક્ષામાં પેપર લીક કરનારા, કરોડો રૂપિયાના સેટિંગ કરનારા કૌભાંડીઓ અને જેલના સળિયા પાછળ હોવા જોઈએ તેવા માફિયાઓને છાવરવા માટે આ આખી પદ્ધતિ બદલવાનું નાટક થઈ રહ્યું છે. ઓનલાઇન પરીક્ષાનો રાગ આલાપવો એ માત્રને માત્ર કરોડો વિદ્યાર્થીઓ આક્રોશ અને મૂળ કૌભાંડ પરથી "ધ્યાન ભટકાવવાનું એક સુઆયોજિત કાવતરું" છે!
🛑 પદ્ધતિ બદલવાથી તમારી
#દાનત અને ભ્રષ્ટાચાર નહીં બદલાય. વિદ્યાર્થીઓને હાઇટેક છેતરપિંડી નહીં, પણ ૧૦૦% પારદર્શક ન્યાય જોઈએ છે! 🗣️અમારો સ્પષ્ટ મત છે: જ્યાં સુધી તમારી દાનત, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતા શૂન્ય છે, ત્યાં સુધી કૌભાંડો થતા જ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ '
#હાઇટેક_પ્રયોગો' નથી જોઈતા, તેમને ૧૦૦% લીક-પ્રૂફ અને પારદર્શક ન્યાય જોઈએ છે!
#JusticeForNEETStudents #SayNoToCBT #TransparencyFirst #NEET_Scam #StopScam
facebook.com/share/v/18bL9T9…
@narendramodi
@PMOIndia
@dpradhanbjp
@Bhupendrapbjp
@GSTV_NEWS
@hdraval93
@devanshijoshi71
@Janak_Sutariyaa
@NiravJoshi0
@DixitGujarat
@Chaitar_Vasava
@jitu_vaghani
@sandeshnews
@News18Guj