આ પત્ર જોઈને મને
#GPSC માટે કહેવાનું મન થાય....
“ધૂળ મોઢા ઉપર હતી અને તમે અરીસો સાફ કરતા રહ્યાં...” 🎭
👆🏻વર્તમાન GPSC ઉપર પંક્તિ બિલકુલ ફિટ બેસે છે. આયોગ પોતાની વહીવટી ખામીઓ સુધારવાને બદલે ઉમેદવારોના ભવિષ્ય સાથે અખતરા કરીને એવું સાબિત કરી રહ્યું છે કે ખામી સિસ્ટમમાં છે, પણ ભોગ ઉમેદવારે જ બનવું પડશે!
🏛️આયોગે 'ભરતી પ્રક્રિયાના સરળીકરણ' અને 'ઉમેદવારોના હિત' ના નામે સંયુક્ત રૂબરૂ મુલાકાત (Common Interview) નો તઘલખી નિર્ણય લીધો છે. પણ જરા અંદર ઉતરીને જુઓ તો ખબર પડે કે આ ઉમેદવારોનું હિત નથી, આયોગની પોતાની વહીવટી નબળાઈઓ છુપાવવા માટે ઉમેદવારોના ખંભે બંદૂક ફોડવાનો કારસો છે! વાસ્તવમાં ઉમેદવારોનું કલ્યાણ નહીં પણ આયોગના વહીવટી પાંગળાપણાને ઢાંકવાનો પેંતરો છે! સત્ય તો એ છે કે, આયોગ પોતાની વહીવટી નાકામીઓનો કચરો ઉમેદવારોના ભવિષ્ય નીચે સોગંદનામું કરીને દબાવવા માંગે છે અને બલિદાનના આ ખેલમાં બંદૂક બિચારા ઉમેદવારોના ખંભે જ ગોઠવવામાં આવી છે!"
🏛️🛑બંધારણીય સંસ્થા GPSC નું
#માળખું કહે છે: ૧ અધ્યક્ષ (Chairman) ૭ સભ્યો (Members) હોવા જોઈએ.પરંતુ આજના સમયની કડવી હકીકત એ છે કે હાલમાં માત્ર ૧ અધ્યક્ષ અને માત્ર ૧ જ સભ્ય કાર્યરત છે! બાકીની ૬ ખુરશીઓ ધૂળ ખાય છે.
😠🗣️GPSC સરકારને તો કશું કહી નથી શકતી, એટલી હિમ્મત તો છે નહીં કે ખોંખારો ખાઈને મુખ્યમંત્રીને કહે પહેલા સભ્યની નિમણૂંક માટે મંજૂરી આપો અને બોર્ડનું કોરમ પૂરું કરો એટલે તો ઉમેદવારોને ભડકાવવા આવો તુઘલખી ફરમાન કરવો પડે છે. હવે સભ્યોની નિમણૂક સરકાર ન કરે, વહીવટી આળસ આયોગ ભોગવે, પણ એનો ભોગ કોણ બને ? સરકારી નોકરીના સપના જોતો સામાન્ય ઉમેદવાર! શું આને જ તમે '
#ગુડ_ગવર્નન્સ' કહો છો ?
🏛️આયોગનો તર્ક એવો છે કે બે વાર ઇન્ટરવ્યુ લેવામાં સમય બગડે છે. આ તો એના જેવું થયું કે, "અમારી ઘરે રસોઈ બનાવવા વાળું કોઈ નથી, એટલે તમે અઠવાડિયામાં એક જ દિવસ આવીને આખા ૭ દિવસનું એકસાથે જમી લો!" અરે સાહેબ, માણસની પાચનશક્તિની પણ મર્યાદા હોય અને ઉમેદવારની માનસિક ક્ષમતાની પણ!
🎯 આ મુદ્દાઓ ઉપર એકવાર ચિંતન થવું જોઈએ.
❓૧. પદની ગરિમા અને પ્રોટોકોલ અલગ, તો મૂલ્યાંકન એક કેમ?
વર્ગ-૧ (Executive Engineer): આ પદ માટે ઉચ્ચ સ્તરની નિર્ણય શક્તિ, વહીવટી કુશળતા અને લીડરશિપ ક્વોલિટી જોઈએ.
વર્ગ-૨ (Deputy Executive Engineer): આ પદ માટે ટેકનિકલ નોલેજ અને સુપરવાઇઝરી ક્ષમતા મુખ્ય હોય છે.
બંને પદોના પે-સ્કેલ અલગ છે, બંનેના કાયદાકીય નિયમો અલગ છે. તો પછી ૧૫ મિનિટના એક જ કોમન ઇન્ટરવ્યુમાં પેનલ કઈ ક્ષમતા માપશે ? આ કઈ સંશોધન પદ્ધતિ છે?
❓૨. 'વન-ડે પરફોર્મન્સ' નો ઘાતક અન્યાય
ઇન્ટરવ્યુના દિવસે કોઈ ઉમેદવારની તબિયત ખરાબ હોય, કિસ્મત સાથ ન આપે, કે કોઈ પણ કારણસર તે એ ૧૫ મિનિટમાં બેસ્ટ ન આપી શકે, તો તે એકસાથે બંને ભરતીમાંથી બહાર! વર્ષોની મહેનત એક જ ઝાટકે સાફ. જો અલગ-અલગ ઇન્ટરવ્યુ હોત, તો ઉમેદવારને પોતાની ભૂલ સુધારીને ક્લાસ-૧ નહીં તો ક્લાસ-૨ માં પોતાની જાત સાબિત કરવાનો બીજો મોકો મળત. આયોગે ઉમેદવારોનો એ
#હક જ છીનવી લીધો!
❓૩. પ્રશ્નોની પ્રકૃતિ અને પેનલનો પક્ષપાત
સંયુક્ત ઇન્ટરવ્યુમાં પેનલ કયા લેવલના પ્રશ્નો પૂછશે ? જો પેનલ ક્લાસ-૧ ના સ્તરના અઘરા વહીવટી પ્રશ્નો પૂછે અને ઉમેદવાર તેમાં ગોથા ખાય, તો તેના ક્લાસ-૨ ના ગુણ પણ આપોઆપ કપાઈ જશે! આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે ?
૪. '
#OPT_OUT' નો વિકલ્પ: માત્ર કાગળ પરની માયાજાળ
આયોગ કહે છે કે અમે પ્રોવિઝનલ મેરિટ પછી 'OPTOUT' નો ઓપ્શન આપીશું જેથી સીટો ખાલી ના રહે. પણ સાહેબ, જો કોમન ઉમેદવારો બંને જગ્યાએ ઊંચા ગુણ લઈને બેઠા હશે, તો મેરિટનું બેલેન્સ કેવી રીતે કરશો? આનાથી ભરતી પ્રક્રિયા સરળના બદલે વધુ જટિલ, વિવાદિત અને કોર્ટ-કચેરીના આંટાફેરા વાળી બનશે.
💸 સમસ્યાઓ આયોગની, આર્થિક અને માનસિક ભોગ ઉમેદવારનો!
🧐આયોગ અહીં જેટલી પણ સમસ્યાઓ ગણાવી રહ્યું છે (સમયનો બગાડ, નાણાંનો વ્યય), તેનું એકમાત્ર અને સૌથી સરળ સોલ્યુશન એ છે કે GPSC માં ખાલી પડેલી
#સભ્યોની_નિમણૂક કરો!
🥺પરંતુ, "સભ્યો વધારવાના બદલે ઉમેદવારોના હક અને તકો ઘટાડીને' પોતાની કાર્યક્ષમતાનો કાગળ પર 'રેકોર્ડ' બનાવવો, એ ક્યાંનો ન્યાય છે ? આ નિર્ણય ઉમેદવાર-કેન્દ્રિત નથી, માત્ર અને માત્ર આયોગની વહીવટી સગવડ ખાતર લેવાયેલો તાર્કિક રીતે અક્ષમ્ય નિર્ણય છે.
"ભરતી પ્રક્રિયા ઝડપી બને તે સ્વીકાર્ય છે, પણ ઉમેદવારોના ભવિષ્ય અને મૂલ્યાંકનની ગુણવત્તાના ભોગે તો ક્યારેય નહીં!"
🖼️"બાકી એ વાત તે સ્પષ્ટ છે કે ધૂળ GPSC ના મોઢા ઉપર છે અને એને સાફ કરવા માટે ભોગ ઉમેદવારોનો લઈ રહ્યા છે.” 💡
🤔👆🏻 તમારો શું અભિપ્રાય છે ? શું આ નિર્ણયથી ખરેખર સમય બચશે કે પછી યોગ્ય ઉમેદવારો અન્યાયનો ભોગ બનશે ?
#GPSC #StudentRights #AdministrativeFailure
@GPSCOfficial
@Bhupendrapbjp