Filter
Exclude
Time range
-
Near
બાપનો હાથ માથે ફરે તો કેવું રૃડુ લાગે આ જગતમાં હું એકલો નથી એવો અહેસાસ થાય.. પણ માથે હાથ ફેરવનાર બાપ નહોય તો? માનો પાલવ, ખોળો હૂંફ આપે પણ એ હૂંફ આપનાર મા ન હોય તો? સાબરકાંઠાના ભીલોડમાં નોંધારા થયેલા ત્રણ બાળકો રહે. જય, મનીષા અને કોમલ. માથે કાચી પાકી છત હતી પણ એ ચોમાસે તૂટી પડી. ઘરવિહોણા થઈ ગયેલા આમની વાત અમારા કાર્યકર તોહીદભાઈ સુધી મંજુબહેને પહોંચાડી. મા બનીને આવ પ્રભુ મારે બાળક થઈ રમવું છે. એવો જ ઘાટ થયો. પ્રભુએ જાણે હુકમ કર્યો ને આ બાળકોનું ઘર બાંધવાનું અમારા પ્રવિણભાઈ શાહની મદદથી કર્યું. પડોશી, દૂરના સગાવહાલ થાય એ ટેકો આ બાળકોને કરતા પણ એમની સ્થિતિ એ ઠીક હતી. એ કાંઈ ઝાઝુ ન કરી શખે. પણ આ બધાનો જીવ આ બાળકો માટે બળે. ખેર ઘર બન્યું ને અમે કોમલના હાથે ઘરમાં માટલી મુકાવી ત્યારે સૌ હરખાયા. જયનો મૂછનો દોરો હવે ફૂટ્યો. ભણવાનું તો એનું ક્યારનુંયે છુટી ગયું. ઘર ચલાવવા એ ગેરેજમાં 100 - 150ના પગારે નોકરી કરે. કોમલ ભણવામાં હોંશિયાર એને અમે ભણવા અમારી હોસ્ટેલમાં લઈ આવીશું. માથુ ઢાંકવા છત બની પણ હજુ ઘરમાં જરૃરી સામાન વસાવવાનો બાકી. આપ સૌ સહકાર આપશો તો એય થશે. પણ રાજીપો આ બાળકોને ઘર આપ્યાનો. મંજુબહેન કહે, "જયને વહુ લાવવામાં હવે તકલીફ નહીં રહે.." આભાર પ્રવિણભાઈ આપની મદદથી અમે આવા કાર્યમાં સહભાગી થઈ શક્યા. તમને મળેલી સંપદાનો તમે સાચો ઉપયોગ કરી રહ્યા છો. આ બાળકોના માતા પિતા જ્યાં હશે ત્યાંથી તમારા પર આશિર્વાદ વરસાવતા હશે.. ઈશ્વર તમને હંમેશા અનેકોના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના... @PMOIndia @CMOGuj @byadavbjp @CollectorSK @SJEDGujarat #vssm #MittalPatel #RebuildingLives #ChildrenNeedCare #NoChildAlone #HomeIsHope #EveryChildDeservesAShelter #SupportWithLove #HumanityFirst #CompassionInAction #RestoreTheirFuture #bethelight
10
53
1,058