Gujarat News: સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં જતા અને ટ્યુશનો કરાવતા હોવાની લેખિત ફરિયાદ તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અપાઈ હતી. જેના પગલે તપાસ શરૂ કરવામા આવી હતી અને તપાસ બાદ વિવિધ ખાનગી સ્કૂલોના 16 શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનું સામે આવતા તેઓના રાજીનામા લઈને તેમને છુટાં કરી દેવાયા છે.
#Gujarat#TutionClasses#SchoolTeacher#Ahmedabad#Gscard#Gujaratsamachar