ગઈ કાલે ઘેડ વિસ્તારના સેંકડો ખેડૂતો સ્વ ખર્ચે જૂનાગઢ કલેકટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં ઘેડના પ્રાણ પ્રશ્ન માટે લડાઈ કરવાનો જુસ્સો ખૂબ અનેરો હતો. તેઓની મુખ્ય ચાર માંગો
1) ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે બજેટમાં અલાયદું ફંડ તેમાં ફાળવવામાં આવે
2) ઘેડનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે
3) ઘેડમાં નુકશાની પેટે 500-600 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે
4) ઊબેણમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે . કિસાન કોંગ્રેસના ચેરમેન શ્રી પાલભાઈ આંબલિયા , માજી ધારસભ્કય શ્રી લલીતભાઈ વસોયા, ભીખાભાઈ જોશી, ભરતભાઈ અમીપરા, કેશોદ તા. કો. પ્રમુખ ડી. કે. પીઠીયા, મેંદરડા તા. કો. પ્રમુખ ધીરુભાઈ કુંભાણી, માંગરોળ તા. કો. પ્રમુખ મોહનભાઈ કિન્દરખેડીયા, કુતિયાણા તા. કો. પ્રમુખ અરજણભાઈ સોલંકી, જૂનાગઢ શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, પરેશ ગૌસ્વામી(હવામાન શાસ્ત્રી), કાનભાઈ રામ, મહેશ કરંગીયા, આશીષ પીઠીયા, રણમલભાઈ ઓડેદરા, કાનભાઈ જલુ, ચેતનભાઈ ગઢિયા, પી. આર. જાડેજા, અમિત પટેલ, પ્રવીણ પટોડીયા, રામભાઈ નંદાણીયા (પૂર્વ જી. પં. સદસ્ય) વિગેરે આગેવાનો ખેડૂતોના પ્રશ્ને લડતમાં જોડાયા હતા . મેં લોકોના પ્રશ્નો માટે રોડ ઉપર ઉતરી પ્રજાના અવાજને વાચા આપવા કોંગ્રેસ જનોને જે અપીલ કરેલ છે તેના ભાગ રૂપે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ તરફથી કાર્યક્રમો અપાઈ રહ્યા છે તે આવકારદાયક છે . આવા કાર્યક્રમો આપી રહેલા સાથિયોનો હાર્દિક આભાર .