માનનીય શ્રી
@AmitShah જી,
હું કલોલ તાલુકાના પલોડિયા ગામનો રહેવાસી છું. જેને આપશ્રીએ દત્તક લીધેલ છે. ટેકનિકલી "આશિયાના" ના આપના પાડોશી!
છેલ્લા 6 મહિનાથી માત્ર 700-800 મીટરના રોડના કામને કારણે દરરોજ 5-6 હજારથી વધુ નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નિયત સમયમર્યાદા પૂર્ણ થયાને 3 મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં કામ હજુ અધૂરું છે. દરરોજ 7 કિમી એક તરફની વધારાની મુસાફરી (એટલે દૈનિક ચાર વખત)
કલેક્ટરશ્રી
@CollectorGnr,
#AUDA, જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં સમસ્યાનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.
ગટરના ગંદા પાણી, બંધ માર્ગો, વધેલો પ્રવાસ સમય, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને રોજિંદા મુસાફરોની મુશ્કેલીઓ હવે અસહ્ય બની રહી છે.
આ વિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો ભાગ છે. એક સામાન્ય નાગરિક તરીકે આપ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp જીને વિનંતી છે કે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જવાબદારી નક્કી કરવામાં આવે અને કામ પૂર્ણ કરવાની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવે.
અમને આશ્વાસન નહીં, ઉકેલ જોઈએ.
#Palodiya #Kalol #Gandhinagar