આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ..
'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે.
અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ની વિભાવના સાકાર થઈ છે.
આપશ્રીના માર્ગદર્શનમાં 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ.
ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય વડાપ્રધાનશ્રી
@narendramodi જીને પ્રધાનમંત્રી પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું.
#LetterToModiji
#LongestServingElectedPMModi