વિકાસ અને જનકલ્યાણના ૧૨ સફળ વર્ષ!
'સ્વચ્છ ભારત - સ્વસ્થ ભારત' ના સંકલ્પ સાથે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ-૧ માં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું.
પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોએ સ્વયં સફાઈ કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સૌના સહયોગથી હિંમતનગર બનશે વધુ સુંદર!
ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના સૌથી લાંબો સમય સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જે તેમના પ્રત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૈશ્વિક આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક સમૃદ્ધિ સાથે આજે આપણો દેશ 'વિકસિત ભારત' બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐
@narendramodi#LongestServingElectedPMModi
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) અંતર્ગત કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ₹2169 કરોડના ખર્ચે 6 કિલોમીટર જેટલા લાંબા આ વિસ્તરણ હેઠળ પાંચ સ્ટેશનોનો સમાવેશ થશે.
એરપોર્ટ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને કનેક્ટિવિટી પૂરી પાડતા આ કોરિડોરના નિર્માણથી નાગરિકોને આધુનિક અને ઝડપી ઉપરાંત આરામદાયક અને પ્રદૂષણમુક્ત જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે.
#CabinetDecisions
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ.@CMOGuj
🚨 સાબરકાંઠામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે!
અફવાઓથી દૂર રહેવા રાજ્ય સરકારની નાગરિકોને નમ્ર અપીલ. પેટ્રોલ પંપ પર ખોટી ભીડ કરવાની કે પેનિક થવાની જરૂર નથી. ગુજરાત સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે.
: ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CollectorSK
Watch | Gujarat govt officials, Oil company officials, Dealers Association Chief assure Full Supply of Petrol and Diesel, Urge to Stay Away from Rumors