Kheda News: ઉત્તરસંડા ગામે બાયોમેડિકલ વેસ્ટની કંપની સામે રોષ | VTV Digital
નડિયાદના ઉત્તરસંડા ગામે હેઝાક્લીન નામની બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કંપનીને બંધ કરવાની માગ ઉઠી છે. આ કંપની છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે અને ગ્રામજનો તેની વિરુદ્ધ લડત લડી રહ્યા છે. ઉત્તરસંડાના પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર, કંપની 500 મીટરની ત્રિજ્યામાં આવેલા રહેણાંક વિસ્તાર, પાણીની ટાંકી, મંદિર અને તળાવની નજીકમાં મેડિકલ વેસ્ટને સળગાવીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. આનાથી આસપાસના નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ છે અને પૂર્વ સરપંચે કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કંપનીને કાયમી બંધ કરવાની માગણી કરી હતી. જોકે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને આ અંગે પૂછતાં તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, વારંવાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવે છે, પરંતુ રહસ્યમય સંજોગોમાં તે ફરીથી ચાલુ કરવાની મંજૂરી મેળવી લે છે.
#Nadiad #Uttarsanda #BiomedicalWaste #PollutionIssue #GujaratNews #EnvironmentCrisis #MedicalWaste #VTVDigital #GujaratUpdates #PublicProtest