આજથી નવું નાણાકીય વર્ષઃ UPI પેમેન્ટ સહિતના નિયમો અમલી
નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ ઘણું બદલાઇ જશે.
આજથી અનેક નિયમો બદલાશે. જેમાં યુપીઆઇ પેમેન્ટથી લઇને
બેન્કોમાં મિનિમમ બેલેન્સ રાખવા સુધીના નિયમો સામેલ છે. આ
ફેરફારોનો ઉદ્દેશ્ય કરદાતાઓ, વરિષ્ઠ નાગરિકો, ગ્રાહકો અને
વ્યવસાયોને રાહત આપીને ખર્ચ અને વપરાશ વધારવાનો છે,
જેથી અર્થતંત્રની ગતિ મજબૂત બને. જે લોકોની આવક રૂ.12
લાખ રૂપિયા સુધી છે તેમને આગામી નાણાકીય વર્ષથી કોઈ
ટેક્સ ચૂકવવો પડશે નહીં. પગારદાર કર્મચારીઓને રૂ.75,000નું
સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. જેના કારણે નવી કર વ્યવસ્થામાં રૂ.
12.75 લાખ સુધીની રકમ કરમુક્ત થઈ જશે. નવી કર વ્યવસ્થા
હેઠળ કર સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
#NewFinancialYear#UPIPayments#TaxRelief#MinimumBalance#FinancialRules#EconomicGrowth#StandardDeduction#IncomeTax#NavgujaratSamay